VIDEO: દિલ્હીમાં જુદા-જુદા અધિવેશનોને લઈને કોળી સમાજમાં વકર્યો વિવાદ, આગેવાનોમાં ભારે નારાજગી
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના કોળી સમાજમાં દિલ્હી ખાતે યોજાનારા બે અલગ-અલગ અધિવેશન

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના કોળી સમાજમાં દિલ્હી ખાતે યોજાનારા બે અલગ-અલગ અધિવેશનોને લઈને વિવાદ વકર્યો છે. સમાજના બે દિગ્ગજ આગેવાનોએ અલગ અલગ તારીખે સંમેલન બોલાવતા આંતરિક મતભેદો સપાટી પર આવ્યા છે, જેમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને રાષ્ટ્રીય અધ્યક્ષ વિરેન્દ્ર કશ્યપ દ્વારા 21 તારીખે, જ્યારે મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને ચંદ્રવદન પીઠાવાલા દ્વારા 14 તારીખે દિલ્હીમાં સંમેલનનું આયોજન કરાયું છે.
એક જ સમાજના બે ફાંટા પડતા ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ કોળીએ આકરો વિરોધ નોંધાવતા સમાજને એકપણ સંમેલનમાં ન જવા અપીલ કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે આવા આયોજનો સમાજમાં ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છે, જેને પગલે સમાજના અન્ય આગેવાનોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે.




