VIDEO: કાર ચાલકે સર્જ્યો ગમખ્વાર ત્રિપલ અકસ્માત, ચોંકાવનારો વીડિયો વાયરલ
રાજકોટના જેતપુરમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતો એક ચોંકાવનારો વીડિયો

રાજકોટના જેતપુરમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેતપુરની તત્કાલ ચોકડી નજીક એક બ્રેઝા કારના ચાલકે ગમખ્વાર ત્રિપલ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ પસ્તાવો કરવાને બદલે કાર ચાલકે જાહેરમાં ઉદ્ધતાઈભર્યું વર્તન શરૂ કર્યું હતું.
વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, અકસ્માત સર્જનાર ચાલક હાથમાં ખુલ્લી છરી લઈને આસપાસ એકઠા થયેલા લોકો પર રોફ જમાવી રહ્યો છે, કાર ચાલકની આ દાદાગીરીને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ જેતપુર ઉદ્યોગ નગર પોલીસે વાયરલ વીડિયોના આધારે આરોપી સામે કડક કાર્યવાહી હાથધરી છે.




