મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વિવાદાસ્પદ યૂટ્યુબર કીર્તિ પટેલ પોલીસની ફરજ રૂકાવટ કેસમાં જેલની બહાર, જાણો હવે શું થશે?

સોશિયલ મીડિયા પર પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે હંમ

વિવાદાસ્પદ યૂટ્યુબર કીર્તિ પટેલ પોલીસની ફરજ રૂકાવટ કેસમાં જેલની બહાર, જાણો હવે શું થશે?

સોશિયલ મીડિયા પર પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહેતી યૂ-ટ્યુબર કીર્તિ પટેલને જૂનાગઢ પોલીસે જામીનમુક્ત કરી છે. કીર્તિ પટેલ સામે નોંધાયેલા ત્રણેય ગુનાઓમાં જામીનની પ્રક્રિયા પૂર્ણ થતા તેને મુક્ત કરવામાં આવી છે. જોકે, કેસની આગામી સુનાવણી દરમિયાન તેણે કોર્ટ અને પોલીસ સમક્ષ હાજર રહેવું પડશે.

ત્રણ અલગ-અલગ ફરિયાદોમાં મળી રાહત
કીર્તિ પટેલ સામે જૂનાગઢમાં કુલ ત્રણ ગંભીર ફરિયાદો નોંધાઈ હતી. જેમાં 20 લાખની ખંડણી માંગવી, ધાર્મિક લાગણી દુભાવવી અને પોલીસની ફરજમાં રુકાવટ તેમજ ગેરવર્તનનો સમાવેશ થાય છે. આ ત્રણેય કેસમાં કાયદાકીય પ્રક્રિયા બાદ તેને જામીન મળ્યા છે. આજે કીર્તિ પટેલ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હતી અને જામીનને લગતી અંતિમ કાર્યવાહી પૂર્ણ કરી હતી.

બોલવાને બદલે લગાવ્યા સનાતનના નારા
સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર આક્રમક દેખાતી કીર્તિ પટેલે આજે જામીન પર છૂટ્યા બાદ મીડિયા સમક્ષ મૌન ધારણ કર્યું હતું. તેણે કોઈપણ વિવાદાસ્પદ નિવેદન આપવાને બદલે માત્ર 'હર હર મહાદેવ' અને 'સનાતનની જય હો'ના નારા લગાવીને વિદાય લીધી હતી. તેના વકીલ સુરેશ પરમારે જણાવ્યું હતું કે, જામીનની તમામ શરતોનું પાલન કરવામાં આવશે અને કાયદાકીય લડત ચાલુ રહેશે.

આ સમાચાર શેર કરો