મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બુદ્ધિનું દેવાળું: બાંધકામ અધિકારીઓએ એક ગરનાળા પર બીજું ગરનાળું બનાવ્યું, લાખો રૂપિયાનો લગાવ્યો ચુનો

ગુજરાતના સાબરકાંઠામાં બાંધકામ વિભાગના અધિકારીઓએ બુદ્ધિનું દેવાળું ફુક્યા જેવું કામ કર્યાનું સા

બુદ્ધિનું દેવાળું: બાંધકામ અધિકારીઓએ એક ગરનાળા પર બીજું ગરનાળું બનાવ્યું, લાખો રૂપિયાનો લગાવ્યો ચુનો

ગુજરાતના  સાબરકાંઠામાં બાંધકામ વિભાગના અધિકારીઓએ બુદ્ધિનું દેવાળું ફુક્યા જેવું કામ કર્યાનું સામે આવ્યું છે. વિજયનગર તાલુકાના લીમડા ગામની સીમમાં ડબલ ડેકર ગરનાળું બનાવાયું છે.

સરકારની તિજોરીને લાખો રૂપિયાનો ચુનો લગાવ્યો 

મળતા અહેવાલ પ્રમાણે એક જ ગરનાળા પર બીજું ગરનાળું બનાવી દીધું છે. રાજ્ય સરકારની તિજોરીને લાખો રૂપિયાનો ચુનો લગાવ્યો હતો. હવે આ ગરનાળાની ડિઝાઈન વિવાદનું કારણ બની છે.

ગરનાળા પર જ ગરનાળું બનાવ્યું

જે સ્થળ પરથી પાણી જ ના પસાર ત્યાં ગરનાળું બનાવીને સરકારી તિજોરીના રૂપિયા વેડફ્યા છે. મામલો સામે આવ્યા પછી સાબરકાંઠા જિલ્લાના બાંધકામ અધિકારીને રાજ્ય સરકારે ફરજિયાત નિવૃત કર્યા છે.

આ સમાચાર શેર કરો