મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: બિલ્ડરો સરકાર સામે લડી લેવાના મૂડમાં, અધિકારીઓના નવા નવા નિયમોથી બાંધકામ ઉદ્યોગ ઠપ્પ

રાજકોટ બિલ્ડર એસોસિયેશન સરકાર સામે લડી લેવાના મૂડમાં જોવા મળ્યા છે. જંત્રીના દરમાં વધા

રાજકોટ: બિલ્ડરો સરકાર સામે લડી લેવાના મૂડમાં, અધિકારીઓના નવા નવા નિયમોથી બાંધકામ ઉદ્યોગ ઠપ્પ

રાજકોટ બિલ્ડર એસોસિયેશન સરકાર સામે લડી લેવાના મૂડમાં જોવા મળ્યા છે. જંત્રીના દરમાં વધારો તેમજ TRP ગેમ ઝોન અગ્નિ કાંડ બાદ બિલ્ડરોને થતી હેરાનગતિનો રાજકોટમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

રાજકોટ બિલ્ડર એસોસિયેશન સરકાર સાથે લડી લેવાના મૂડમાં

આ અંગે રાજકોટ બિલ્ડર એસો.ના પ્રમુખ પરેશ ગજેરાએ નિવેદન આપતા જણાવ્યુ કે આગામી 9 ડિસેમ્બરના બહુમાળી ભવન ચોકથી કલેકટર કચેરી સુધી રેલી કાઢવામા આવશે.TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ બાંધકામ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. રાજકોટના બિલ્ડરોના પ્રોજેક્ટો અટકી જશે તો રાજકોટનો વિકાસ રૂંધાઇ જશે તેવી ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો: VIDEO: સુરતમાંથી 14 નકલી ડૉક્ટર ઝડપાયા, 1200 જેટલી નકલી ડિગ્રી પણ જપ્ત

નવા પરિપત્રો કાઢતા હોવાથી બિલ્ડરોને પ્લાન પાસ થતા નથી

અધિકારીઓ નવા નવા પરિપત્રો કાઢતા હોવાથી બિલ્ડરોને પ્લાન પાસ થતા નથી.રાજ્ય સરકારને અમે રજૂઆત કરી અને નિયમો હળવા કરવામાં આવે તેવી માંગ કરી છે. ત્યારે બિલ્ડરોએ રોડ પર ઉતરવુ પડે, ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. રાજકોટ બિલ્ડર એસોસિયેશને ગંભીર દાવો કર્યો છે કે TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ બાંધકામ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે.

આ સમાચાર શેર કરો