મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Kheda: પોલીસ અધિક્ષક બ્રાન્ચનો પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો

Kheda News: ગુજરાતમાં ઠેકઠેકાણેથી સત્તાધિશો લાંચ લેતા ઝડપાઈ રહ્યા છે. ત્યારે ખેડામાંથી પણ કંઈક આ પ્રકારની જ ઘટના

Kheda: પોલીસ અધિક્ષક બ્રાન્ચનો પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો

Kheda News: ગુજરાતમાં ઠેકઠેકાણેથી સત્તાધિશો લાંચ લેતા ઝડપાઈ રહ્યા છે. ત્યારે ખેડામાંથી પણ કંઈક આ પ્રકારની જ ઘટના સામે આવી રહી છે. ખેડા જિલ્લામાં પોલીસ અધિક્ષક બ્રાન્ચનો પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો હોવાની માહિતી મળી રહી છે.

મળતી વિગતો અનુસાર, નડિયાદ તાલુકાના ગુતાલમાં દારૂનો કેસ નહિ કરવા માટે 25 હજારની માગણી કરી હતી. આરોપી પોલીસ કોન્સ્ટેબલ ખેડા જિલ્લા એલસીબીમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. આરોપી હિરેનભાઈ પટેલ ગુતાલ ગામે લાંચની રકમ સ્વીકારતા અમદાવાદ એસીબીના હાથે ઝડપાયો છે. અમદાવાદ એસીબીના PI ડીબી ગોસ્વામી અને સ્ટાફના માણસોએ રંગેહાથ ઝડપી આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો