મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતની મહિલા કોન્સ્ટેબલ આપઘાત કેસમાં પ્રેમી કોન્સ્ટેબલની ધરપકડ, બન્ને વચ્ચે 3 વર્ષથી હતો સંબંધ

સુરતના સિંગણપોર વિસ્તારમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત કેસથી ભારે ચકચાર મચી ગઈ હતી. અગાઉ પોલીસે સુસાઈ

સુરતની મહિલા કોન્સ્ટેબલ આપઘાત કેસમાં પ્રેમી કોન્સ્ટેબલની ધરપકડ, બન્ને વચ્ચે 3 વર્ષથી હતો સંબંધ

સુરતના સિંગણપોર વિસ્તારમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત કેસથી ભારે ચકચાર મચી ગઈ હતી. અગાઉ પોલીસે સુસાઈડ નોટ સહિતના પૂરાવાના આધારે ગુનો નોંધ્યો હતો. જેમાં પ્રેમી સામે દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારે આજે આપઘાત કેસમાં પોલીસે પ્રેમી પ્રશાંતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુસાઈડ નોટ મળી હતી

સિંગણપોર વિસ્તારમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત કેસ મામલે પોલીસે સુસાઇડ નોટના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બીજી તરફ સમગ્ર કેસમાં ન્યાયિક તપાસની માંગ મૃતકના પરિવારે કરી હતી. 'મેં વિશ્વાસ કર્યો એ સૌથી મારી મોટી ભૂલ હતી' તે પ્રકારનો મૃતક મહિલા કોન્સ્ટેબલે સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો. તેના પરથી પ્રેમી સામે શંકાની સોય તકાઈ હતી.જે તપાસના અંતે ફલિત થતાં ધરપકડ કરવામાં આવી છે. બન્ને વચ્ચે 3 વર્ષથી સંબંધ હતાં. પરંતુ લગ્નને લઈને માથાકૂટ થયા બાદ હર્ષનાબેને આપઘાત કર્યો હતો.

ગુનો નોધ્યા બાદ ધરપકડ

હર્ષનાબેન ચૌધરી નામની મહિલા પોલીસ કોન્સ્ટેબલે સિંગણપોર વિસ્તારમાં આવેલા મહેશ્વરી એપાર્ટમેન્ટના ફ્લેટમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સિંગણપોર પોલીસની તપાસમાં ઘટના સ્થળ પરથી મૃતક દ્વારા લખવામાં આવેલી સુસાઇડ નોટ પોલીસે કબજે કરી ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી હતી. અંતે ગુનો નોધ્યાના ઘણા દિવસો બાદ પ્રેમી એવા પ્રશાંત ભોયેની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો