મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : હિંમતનગર ખાતે કોંગ્રેસનું મોંઘવારી અને બેરોજગારી મુદ્દે વિરોધ પ્રદર્શન

સાબરકાંઠાના હિંમતનગર ખાતે જિલ્લા કોંગ્રેસ દ્વારા મોંઘવારી, બેરોજગારી અને નીટ પેપર લીક મુ

સાબરકાંઠાના હિંમતનગર ખાતે જિલ્લા કોંગ્રેસ દ્વારા મોંઘવારી, બેરોજગારી અને નીટ પેપર લીક મુદ્દે જનઆક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના પ્રભારી દિનેશ ગઢવી અને જિલ્લા પ્રમુખ રામ સોલંકીની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરો રેલીમાં જોડાયા હતા. અનોખા વિરોધ સ્વરૂપે કોંગ્રેસી કાર્યકરો ઊંટગાડી પર સવાર થઈ ગેસ સિલિન્ડર અને તેલના ડબ્બા સાથે શહેરના ટાવર ચોક ખાતે પહોંચ્યા હતા. કાર્યકરોએ કેન્દ્ર અને રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં થયેલા ભાવવધારા પરત ખેંચવાની માંગ કરી હતી. રેલી દરમિયાન ભારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો