ભાજપમાં ભરતી મેળો યથાવત, સુરતમાં વોર્ડ નંબર 16ના કોંગ્રેસના પ્રમુખે કાર્યકરો સાથે કર્યા કેસરીયા
લોકસભાના બીજા તબક્કાની ચૂંટણીનું મતદાન 7મીના રોજ થનાર છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી ભાજપમાં જે

લોકસભાના બીજા તબક્કાની ચૂંટણીનું મતદાન 7મીના રોજ થનાર છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી ભાજપમાં જે ભરતી મેળો ચાલી રહ્યો છે. તેમાં સુરત મહાનગર પાલિકાના વોર્ડ નંબર 16ના કોંગ્રેસના પ્રમુખ તેમના કાર્યકરો સાથે ભાજપમાં જોડાયાં હતાં. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ તમામને કેસરી ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા હતાં. તેમણે કહ્યું કે,મોદી સાહેબની વિકાસની વિચારધારાથી આકર્ષિત થઈને કેસરીયા કર્યા છે.
100 કાર્યકરો જોડાયા
સુરતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વોર્ડ નંબર 3,4 અને 16 ના કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. આ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે. અંદાજે 100 જેટલા કાર્યકર્તાઓએ કોંગ્રેસના વિવિધ પદેથી રાજીનામુ આપી ભાજપમાં જોડાયા હતાં. તમામને શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાના હસ્તે કેસરિયો ખેસ ધારણ કરાવવામાં આવ્યો હતો.
મોદીની વિચારધારાથી આકર્ષાયા
ભાજપમાં જોડાનારા કાર્યકરોએ કહ્યું કે, મોદી સાહેબની વિચારધારાને જોઈ ભાજપમાં જોડાયા છીએ. દેશ જે રીતે પ્રગતિ કરી રહ્યો છે. ત્યારે વિકાસની આ નવી રાજનીતિમાં સામેલ થવા માટે અમે આજે આગળ આવ્યા છીએ. લોકોના હિતની રાજનીતિ થઈ રહી છે.








