Surendranagar પહોંચી ખેડૂત આક્રોશ યાત્રા, કોંગ્રેસ નેતાઓ પણ ટ્રેક્ટર લઈને જોડાયા
Congress leaders join with tractors in Farmers' protest march | કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે, ત્યારે ખેડૂતોના દેવા માફ કરવા અંગે સરકાર

કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે, ત્યારે ખેડૂતોના દેવા માફ કરવા અંગે સરકાર પાસે માંગ ઉઠી છે. આ દરમિયાન ખેડૂત આક્રોશ યાત્રા શરૂ કરાઈ છે, જે હાલ સુરેન્દ્રનગરના થાનમાં પહોંચી છે. આ યાત્રામાં કોંગ્રેસ નેતાઓ ટ્રેક્ટર લઈને યાત્રામાં જોડાયા છે. સાથે જ ખેડૂતોની જણસના પૂરતા ભાવ આપવાની પણ માંગ કરી છે. ઉપરાંત વિદેશથી આયાત કરવામાં આવતા કપાસ પર રોક લગાવા માટેની પણ માંગ કરવામાં આવી છે. ખેડૂત આક્રોશ યાત્રા સુરેન્દ્રનગરના મુળીમાં રાત્રી રોકાણ બાદ સુરેન્દ્રનગર જિલ્લાના ગામડાઓ પ્રવેશ કરી આગળ વધી છે. આ યાત્રા સોમનાથથી દ્વારકા જઈ રહી છે. આ યાત્રામાં ખેડૂતો પણ ટ્રેક્ટર લઈને જોડાયા છે.



