કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના આકરા પ્રહાર, વડોદરામાં સરકાર સામેનો આક્રોશ ડામવાનો કરાયો પ્રયાસ
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ ટાટા ફેક્ટરીનું ઉદ્દઘાટન કરવા માટે વડોદરાની મુલાકા

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ ટાટા ફેક્ટરીનું ઉદ્દઘાટન કરવા માટે વડોદરાની મુલાકાતે છે. ત્યારબાદ તેઓ અમરેલી રવાના થવાના છે. ત્યારે પીએમના પ્રવાસ ટાણે વડોદરા-અમરેલીમાં કોઇ વિરોધ પ્રદર્શન ન થાય તે માટે કરણીસેનાના પ્રવક્તાને નજરકેદ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અમરેલીમાં એક પછી એક કોંગ્રેસના કાર્યકર્તાઓની ધરપકડ થઈ રહી છે. જેને લઇને કોંગ્રેસ અને કરણીસેનામાં આક્રોશ જોવા મળ્યો છે.
સ્થાનિક નેતાગીરી સામે લોકોમાં ભારે રોષ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આજે (28 ઓક્ટોબર) વડોદરામાં ટાટાની ફેક્ટરીનું ઉદઘાટન કર્યા બાદ તેઓ અમરેલી રવાના થવાના છે. ત્યારે આ ટાળે કોઈ વિરોધ પ્રદર્શન ન થાય તે માટે કરણી સેનાના પ્રવક્તાને રવિવાર (27 ઓક્ટોબર) બપોરથી જ પોલીસ પ્રોકોટેશન હેઠળ રાખવામાં આવ્યા હતા. જેથી તેઓ કોઈ પ્રોગ્રામમાં જઈ ના શકે.
શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કરી ચાખબા માર્યા
કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે X પર ટ્વિટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ચાબખા માર્યા હતા. તેમણે લખ્યું હતું કે 'આપ ગુજરાત પધારો છો, ત્યારે આપના સ્વાગત સાથે જણાવું છું કે આપની પોલીસ વડોદરામાં કેટલાય જાગૃત નાગરિકોને રવિવાર (27 ઓક્ટોબર)થી હાઉસ એરેસ્ટ કરીને બેઠી છે . વિશ્વામિત્રીનું પાણી વડોદરામાં આવ્યું અને જે વિનાશ થયો ત્યારે આપ પધાર્યા હોત તો સાચી ખબર પડી હોત'.
ધરપકડ કરવાનો કાયદો શું છે? એ સમજાવવું તો પડશે
ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ જેની ઠુમ્મરે એક્સ પર ટ્વિટ કરીને કહ્યું છે કે 'વડાપ્રધાન અમરેલી આવે છે ત્યારે અમારા એક પછી એક કાર્યકર્તાઓની ધરપકડ થઈ રહી છે. નજરકેદ કરો તો સમજાય પરંતુ ધરપકડ કરવાનો કાયદો શું છે? એ સમજાવવું તો પડશે.. આ ઉપરાંત તેમણે કાર્યકર્તાઓને જેલના વીડિયો મોકલવા માટે પણ કહ્યું છે.






