મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

હીરા ઉદ્યોગની મંદીને લઈને સુરતમાં કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ, વરસતા વરસાદમાં પણ નેતાઓએ સાંભળી લોકોની વેદના

સુરતનો હીરા ઉદ્યોગ છેલ્લા બે વર્ષથી મંદીનો સામનો કરી રહ્યો છે. ત્યારે હાલ સામી દ

હીરા ઉદ્યોગની મંદીને લઈને સુરતમાં કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ, વરસતા વરસાદમાં પણ નેતાઓએ સાંભળી લોકોની વેદના

સુરતનો હીરા ઉદ્યોગ છેલ્લા બે વર્ષથી મંદીનો સામનો કરી રહ્યો છે. ત્યારે હાલ સામી દિવાળીએ રત્નકલાકારોની સ્થિતિ કફોડી થઈ જતાં આપઘાતના માર્ગે જતાં લોકોને અટકાવવાં અને સરકાર પાસે રાહત પેકેજ સહિતની માગ કરવા કોંગ્રેસ દ્વારા જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વરસતા વરસાદમાં પણ નેતાઓએ લોકોની વેદનાને સાંભળી હતી.

રત્નકલાકારો રડી પડ્યાં

હીરા ઉદ્યોગમાં પ્રવર્તી રહેલી આર્થિક મંદીના કારણે રત્ન કલાકારોના આપઘાત મામલે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.  જેમાં રક્ત કલાકારોએ વિપક્ષ નેતા સમક્ષ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. હાલ હીરા ઉદ્યોગમાં આર્થિક મંદીના કારણે રત્ન કલાકારોએ પોતાની વેદના વ્યક્ત કરી હતી. જાહેર જનમંચ પરથી રત્ન કલાકારો પોતાની વ્યથા ઠાલવતા રડી પડ્યા હતાં.

વરસાદનું વિધ્ન નડ્યું

વરાછા ચોકસી બજાર ખાતે કાર્યક્રમ દરમ્યાન વરસાદનું વિઘ્ન નડ્યું હતું. કાર્યક્રમ અધ્ધવચ્ચે પૂર્ણ કરી દેવાયો હતો. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું કે, રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવવું જોઈએ. મધ્યમ નાના હીરા કારખાના માલિક કલાકારોને રોજગારી મળે તે માટેના પ્રયાસ કરી રહ્યા છે. રત્ન કલાકારોની ચાલતી બેંક લોન માફ કરવી જોઈએ. તાત્કાલિક રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની જાહેરાત કરવામાં આવવી જોઈએ. કોંગ્રેસ રત્ન કલાકારો માટે જનમંચથી વિધાનસભા સુધી અવાજ ઉઠાવશે. આજે આર્થિક મંદીના કારણે રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે. ત્યારે તેમના માટે આ સરકારે પગલાં લેવા પડશે તે માટે કોંગ્રેસ હંમેશા લડતી રહેશે.

આ સમાચાર શેર કરો