VIDEO : જામનગરમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે હાથમાં દંડો લઈને PGVCL કચેરીમાં બોલાવી ધબધબાટી
જામનગરમાં સિટી-એ ડિવિઝનમાં વૉર્ડ-4ના કોંગ્રેસના નગરસેવિકા રચના નંદાણિયા

જામનગરમાં સિટી-એ ડિવિઝનમાં વૉર્ડ-4ના કોંગ્રેસના નગરસેવિકા રચના નંદાણિયા પોતાના ઉગ્ર સ્વભાવના કારણે હંમેશાં ચર્ચમાં રહે છે અને પોતાની મનમાની કરવામાં પણ તે આગળ રહે છે. આ વખતે કોર્પોરેટરે દંડો હાથમાં લઇને PGVCL કચેરીમાં અધિકારીને ધમકાવ્યા હતા. રચના બેને પોતાના ઘરનું વધારે બીલ હોવાનું કહી હલ્લાબોલ કર્યો હતો. ત્યારે આ અંગે PGVCLના અધિકારીએ કહ્યું કે અમારી ઓફિસમાં આવી કોર્પોરેટર અણછાજતું વર્તન કરી અને ટેબલો પર ડંડા પછાડીને દંબગાઈ કરી હતી. આ કોઈ પ્રથમવાર નથી કે જ્યારે રચના નંદાણિયાની દાદાગીરી સામે આવી હોય. આ પહેલા પણ તે આવી હરકતો કરી ચૂક્યા છે. જુઓ આ વીડિયો -




