સુરતમાં કોંગ્રેસે ઈલેક્ટોરલ બોન્ડના નામે સરકાર પર પ્રહાર કરતાં કહ્યું, 'ચંદા દો.. ધંધા લો, કોન્ટ્રાક્ટ લો..લાંચ દો'
લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. ત્યારે દરેક રાજકીય પક્ષો વિરોધી દળો પર આકરા પ્રહારો કરી રહ્યા

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. ત્યારે દરેક રાજકીય પક્ષો વિરોધી દળો પર આકરા પ્રહારો કરી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં વર્તમાન કેન્દ્ર સરકારમાં રહેલી ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યાં હતાં. ઈલેક્ટોરલ બોન્ડના નામે થયેલા કૌભાંડની કોંગ્રેસ દ્વારા માહિતી આપવાની સાથે સાથે ચંદા દો..ધંધા લો અને કોન્ટ્રાક્ટ લો..લાંચ દો એ પ્રકારે સમગ્ર કૌભાંડ આચરાયું હોવાનું કહેવામાં આવ્યું હતું.
ઈલેકટોરલ બોન્ડ ચર્ચા કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નૈષેધ દેસાઈએ કહ્યું કે, ઈલેકટોરલ બોન્ડના નામે સરકારે ચંદા દો.. ધંધા લો... કોન્ટ્રાકટ લો..લાંચ આપો જેવું કામ કર્યું છે. ભાજપની ઈલેકટોરલ બોન્ડના નામે લૂંટ નીતિનો પર્દાફાશ કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે. રિઝર્વ બેન્કની અવગણના કરીને ઈલેક્ટોરલ બોન્ડ ગુપ્તતાનો કાયદો પસાર કરેલો તેને સુપ્રીમ કોર્ટે રદ્દ કર્યું હતું.
દાન આપીને લાભની લૂંટ આ ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા કરવામાં આવી હતી. ઈડી સહિતના જેના પર કેસ થયા હતાં. તેમણે બધાએ સરકારને ખંડણી જેવી રકમ ભાજપને બોન્ડ સ્વરૂપે આપી હતી. ભ્રષ્ટાચારની નવી નીતિ રીતે પ્રસ્થાપિત કરવાનું કામ ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે.કોર્પોરેટ ગ્રુપમાં 10 કંપની 15 કંપની 20 કંપની હોઈ શકે છે. એટલે કોર્પોરેટ સમૂહ જેના માલિક એક જ હોય છે 38 કોર્પોરેટર ગ્રુપને 179 કોન્ટ્રાક્ટ છ વર્ષમાં મોદી સરકારે આપ્યા છે. કોર્પોરેટના પ્રોજેક્ટ લગભગ 4 લાખ કરોડની માત્ર રકમના છે. આ પ્રોજેક્ટ મેળવનાર કંપનીઓ દ્વારા 2000 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદવામાં આવ્યા હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરાયા છે.






