મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad News:  'પૈસા નહીં આપે તો જાનથી મારી નાખીશું', વ્યાજખોરોએ ધમકી આપતા વેપારીએ નોંધાવી ફરિયાદ

અમદાવાદમાં ફરી એક વખત વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. જમીન દલાલી કરતા વેપારીએ વ્યાજે રૂપિયા લીધા હતા. વ્યાજખોરો

Ahmedabad News:  'પૈસા નહીં આપે તો જાનથી મારી નાખીશું', વ્યાજખોરોએ ધમકી આપતા વેપારીએ નોંધાવી ફરિયાદ

અમદાવાદમાં ફરી એક વખત વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. જમીન દલાલી કરતા વેપારીએ વ્યાજે રૂપિયા લીધા હતા. વ્યાજખોરોની ધમકીને પગલે વેપારીએ પોતાનું ઘર પણ ખાલી કરી દીધુ હતું. મિત્રના ઘરે વેપારી પહોંચતા જ આરોપીઓએ તેમના પર હુમલો કર્યો હતો. આ ઘટનાને લઇન સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદના આધારે સરખેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં ફરી વ્યાજખોરોનો આતંક

અમદાવાદમાં આંબલી ખાતે રહેતા અને જમીન દલાલીનો ધંધો કરતા મનીષ રાઠોડના મિત્ર મિત્ર નીશાન જૈને વર્ષ 2022માં ભાર્ગવ રબારી પાસેથી કેટલીક રકમ વ્યાજે લીધી હતી.તે બાબતે બન્ને વચ્ચે હિસાબ બાબતે મનદુખ થયું હતું ત્યારે નીશાન જૈને મનીષ રાઠોડને વચ્ચે રાખી સમાધાન કરાવ્યું હતું. 

મનીષ રાઠોડને અમુક કારણોસર પૈસાની જરૂર પડતા ભાર્ગવ રબારી પાસેથી અલગ અલગ રીતે 10 લાખ, 25 હજાર, 25 લાખ રૂપિયા 30 ટકા લેખે વ્યાજે લીધા હતા. આ સિવાય મિત્રોની ફોર વ્હીલગ ગાડી પણ ભાર્ગવ રબારીને ગીરવે પેટે આપી ચોક્કસ રકમ લીધી હતી. 

30 ટકા લેખે વ્યાજની રકમ મનીષ રાઠોડે ભાર્ગવ રબારીને ચુકવી દીધી હતી છતા તે અને તેમનો ભાઇ ભાવેશ રબારી રસ્તામાં તેમજ ઘરે આવી વધુ પૈસાની ઉઘરાણી કરતા હતા અને મનફાવે તેમ ગંદી ગાળો બોલી માર મારવાની ધમકી આપતા હતા. આ ઘટનાને લઇને મનીષ રાઠોડે આઠ મહિના પહેલા પોતાનું ઘર છોડી દીધુ હતુ.તે બાદ મનીષ રાઠોડ મકરબા ખાતે રહેતા તેમના મિત્ર વિરેન્દ્રસિંહ વાઘેલાના ફ્લેટમાં રહેવા જતો રહ્યો હતો. 21 એપ્રિલના રોજ ભાવેશ રબારી કેટલાક શખ્સો સાથે આ ફ્લેટમાં આવ્યો હતો અને મનીષ રાઠોડને પકડીને માર માર્યો હતો અને મનફાવે તેમ ગંદીગાળો બોલવા લાગ્યા હતા.

પૈસા નહીં આપે તો હાથ પગ તોડી નાખીશું- વ્યાજખોરોએ આપી ધમકી

ભાવેશ રબારીએ કહ્યું કે, "મારા ભાઇ ભાર્ગવ રબારીએ અમને મોકલ્યા છે અને તું અમારા પૈસા લઇને કેમ ઘર છોડીને જતો રહ્યો છે.હું આ રૂપિયા લીધા વગર જવાનો નથી અને તુ રૂપિયા નહીં આપે તો તારા હાથ પગ તોડી નાખીશું તેવી ધમકી આપી હતી."  આ સાથે જ સાથે આવેલા આનંદ દેસાઇએ કમરમાં ભરાવેલ એક છરો કાઢી મને પૈસા આપી દેજે નહીં તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપવા લાગ્યો હતો."

વ્યાજખોરો સામે મનીષ રાઠોડે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સરખેજ પોલીસે ભાર્ગવ દેસાઇ, ભાવેશ રબારી, આનંદ રબારી, અનુજ દેસાઇ, વિપુલ દેસાઇ, યશ દેસાઇ તથા અક્ષય દેસાઇ વિરૂદ્ધ ફરિયાદના આધારે કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો