સુરેન્દ્રનગરમાં તાલુકા પંચાયતના બે આઉટસોર્સિંગ કર્મચારીઓ વિરુદ્ધ લાંચ મામલે ફરિયાદ
સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ તાલુકા પંચાયતમાં ટેકનિકલ આસિસ્ટન્ટ આઉટસોર્સિંગ તરીકે ફરજ બ

સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ તાલુકા પંચાયતમાં ટેકનિકલ આસિસ્ટન્ટ આઉટસોર્સિંગ તરીકે ફરજ બજાવતા બે શખ્સો વિરુદ્ધ એસીબીમાં ફરિયાદ નોંધવામાં આવી છે. નગરા ગામના ફરિયાદી પાસે મનરેગા યોજનામાં ખેત તલાવડીના ₹1,70,124 મંજૂર થયા હતા. જેમાં મંજૂર થયેલ રકમના 50% લાંચ માંગી હોવાની ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ નોંધાવી છે.
આ મામલે નગરા ગામના ત્રણ ફરિયાદીઓએ મોબાઇલમાં થયેલ વાતચીત સહિતના પુરાવા સાથે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી છે. ફરિયાદના આધારે એસીબી પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આ મુદ્દે વઢવાણ તાલુકા પંચાયતમાં ટેકનિકલ આસિસ્ટન્ટ આઉટસોર્સિંગમાં ફરજ બજાવતા પ્રતીક અનિલભાઈ પીપડીયા અને દિનેશ ગંગારામભાઈ બાવળીયા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.




