મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Anand News: ઉમરેઠની ગ્રામ પંચાયતમાં લાખોની ગેરરીતિ આચરવાને મામલે સરપંચ, તલાટી સહિત ત્રણ સામે ફરિયાદ

ગુજરાતમાં ઠેર ઠેરથી અનેક કૌભાંડ સામે આવી રહ્યા છે. એવામાં આણંદના એક ગામમાંથી સરપંચ તથા તલ

Anand News: ઉમરેઠની ગ્રામ પંચાયતમાં લાખોની ગેરરીતિ આચરવાને મામલે સરપંચ, તલાટી સહિત ત્રણ સામે ફરિયાદ

ગુજરાતમાં ઠેર ઠેરથી અનેક કૌભાંડ સામે આવી રહ્યા છે. એવામાં આણંદના એક ગામમાંથી સરપંચ તથા તલાટી દ્વારા લાખો રુપિયાની ગેરરીતિ આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આણંદ જિલ્લાના ઉમરેઠની સુંદલપુરા ગ્રામ પંચાયતમાં 35.67 લાખની ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. સરપંચ, તલાટી અને સરપંચના ભાઈએ મળીને ગેરરીતિ આચરી હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી પ્રમાણે, તાલુકા પંચાયત દ્વારા પંચાયતને 63.18 લાખની ગ્રાન્ટ ફાળવી હતી. ગ્રાન્ટના નાણાંમાંથી 34 લાખ વગર વર્ક ઓર્ડરે સરપંચે તેના ભાઈના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. કુલ 11 વાઉચારમાં સહીઓ કરી ઉચાપત આચરી હતી. ઓડિટમાં ઉચાપત સામે આવતા નાયબ ચિટનીશ સતીષ શ્રીમાળીએ ફરિયાદ નોંધાવી છે. ઉમરેઠ પોલીસ મથકમાં ગેરરીતિને મામલે ગુનો નોંધાયો છે. પોલીસે સરપંચ વિનય ઝાલા, તલાટી મહેન્દ્ર રાઠોડ તેમજ સરપંચના ભાઈ જયરાજ ઝાલા વિરુદ્ધ નોંધ્યો ગુનો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો