Bhavnagar news: ઘોઘારોડ પોલીસ સ્ટેશન ASI સામે ફરિયાદ, દારૂ પીને પોલીસ મથકમાં કરી હતી ધમાલ
ગુજરાત રાજ્યના ભાવનગરના ઘોઘારોડ પોલીસ સ્ટેશન ASI સામે જ ફરિયાદ નોંધાવામાં આવી છે.મળતા અહેવાલ પ્રમાણે ASI પૃથ્

ગુજરાત રાજ્યના ભાવનગરના ઘોઘારોડ પોલીસ સ્ટેશન ASI સામે જ ફરિયાદ નોંધાવામાં આવી છે.મળતા અહેવાલ પ્રમાણે ASI પૃથ્વીરાજસિંહ રાયજાદા દારૂપીને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. નશાની હાલતમાં ફરજના કામ બાબતે બોલાચાલી થતાં પોલીસ સ્ટેશનમાં હાજર અન્ય અધિકારીને બેફામ ગાળો આપી હતી,
P.I. દેસાઈએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો
તો બીજી તરફ P.I. દેસાઈએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેઓ સમજ્યા નહીં અને અન્ય અધિકારીને ગાળો આપી હતી. તો બીજી તરફ પોલીસ સ્ટેશનમાં જ ASI સામે FIR નોંધાવવાની અધિકારીને ફરજ પડી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાંથી વાંરવાર દારૂ પકડાય છે, અને નશીની હાલતમાં ખુદ રક્ષક જ નિયમનો ભંગ કરતો હોવાથી ક્યાં જનતાની રક્ષા થશે.



