મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ઇસનપુર પોલીસની સરાહનીય કામગીરી, આપઘાત કરવા નીકળેલ પરિવારનું કાઉન્સેલિંગ કરી પરત મોકલ્યો

ઇસનપુર પોલીસની સરાહનીય કામગીરી આવી સામે. આપઘાત કરવા નિકળેલ પરિવારનું કાઉન્સિલિંગ

ઇસનપુર પોલીસની સરાહનીય કામગીરી, આપઘાત કરવા નીકળેલ પરિવારનું કાઉન્સેલિંગ કરી પરત મોકલ્યો

ઇસનપુર પોલીસની સરાહનીય કામગીરી આવી સામે. આપઘાત કરવા નિકળેલ પરિવારનું કાઉન્સિલિંગ કરી ઘરે પરત મોકલ્યા. પિતાએ પોલીસને જાણ કરતાં લોકેશનના આધારે પરિવાર સુધી પહોંચી પોલીસ.

ઇસનપુર સ્ટેશનમાં એક વ્યક્તિ દ્વારા ફોન કરવામાં આવ્યો હતો. જેમાં પિતાએ પોલીસને જણાવતા કહ્યું, તેમનો દીકરો, પુત્રવધૂ અને બે બાળકો આપઘાત કરવા નીકળ્યા છે. જાણકારીના આધારે લોકેશન પર પોલીસે પહોંચીને પરિવારણ આપઘાત કરતાં રોક્યા હતા. પરિવારને સમજાવી અને તેમનું કાઉન્સિલિંગ કરીને ઘરે પરત મોકલ્યા હતા. ઘરના રિનોવેશન માટે લીધેલ લોનના હપ્તા ન ચૂકવી શકવાના કારણે પરિવાર તણાવમાં હતો. આર્થિક સ્થિતિ સારી ન રહેવાના કારણે આપઘાત કરવા નીકળેલ પરિવારને પોલીસે આપઘાત કરતાં અટકાવ્યો.

આ સમાચાર શેર કરો