રાજ્યમાં એક જ દિવસે મારામારીની બે ઘટના, એકમાં તો સામાન્ય બાબતે લાકડીઓ ઉડી
વિક્રમ સંવત 2081 નવા વર્ષના શરૂઆતના ત્રીજા દિવસે જ એટલે કે 5 નવેમ્બરના રોજ રાજ્યમાં મારામારીના બે બનાવ પ્રકા

વિક્રમ સંવત 2081 નવા વર્ષના શરૂઆતના ત્રીજા દિવસે જ એટલે કે 5 નવેમ્બરના રોજ રાજ્યમાં મારામારીના બે બનાવ પ્રકાશમાં આવ્યા છે. જે નીચે પ્રમાણે છે.
ભાવનગર નજીકના ભાલ પંથકમાં આવેલા સનેસ ગામે રસ્તા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. જે બોલાચાલી બાદ મામલો ઉગ્ર થતા બે જૂથ આમને સામને આવી ગયા હતા. લાકડી, ઈંટો અને ધોકા વડે એકબીજા ઉપર તૂટી પડ્યા હતા, જેમાં મહિલાઓ સહિત પાંચથી 6 લોકોને ઇજાઓ પહોંચતા સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: VIDEO : આણંદમાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન દુર્ઘટનામાં એકનું મોત
આ બનાવની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતા. આ સમગ્ર માથાકૂટ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
ગઢડાના ગાળામાં બે જૂથ વચ્ચે મારામારી
બોટાદના ગઢડાના ગાળા ગામે એક જ પરિવારના બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. જૂની અદાવતમાં કુહાડી, છરી, લોખંડની પાઈપ લઈને આમને સામને આવી ગયા હતા. આ મારામારીમાં ચાર લોકોને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. બીજી તરફ પોલીસે બંને પક્ષ વિરૂદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.








