મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Vadodara/ રાંધણ ગેસની અછતને પગલે કોલસાની માંગમાં ઉછાળો; વેપારમાં 25 ટકાનો વધારો

વૈશ્વિક યુદ્ધની અસરો હવે વડોદરાના રસોડા સુધી પહોંચી છે. યુદ્ધને પગલે સર્જાયેલી અસ્થિરતા વચ્ચે રાંધણ ગેસના બાટ

તસવીર: GSTV

વૈશ્વિક યુદ્ધની અસરો હવે વડોદરાના રસોડા સુધી પહોંચી છે. યુદ્ધને પગલે સર્જાયેલી અસ્થિરતા વચ્ચે રાંધણ ગેસના બાટલા મેળવવામાં પડતી મુશ્કેલીઓએ વડોદરાવાસીઓને દાયકાઓ જૂના ‘કોલસા યુગ’માં પાછા ધકેલી દીધા છે. શહેરમાં ગેસના પર્યાય તરીકે કોલસાની માંગમાં અચાનક મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.

ગેસ ન મળતા ગૃહિણીઓ ચિંતાતુર

છેલ્લા કેટલાક સમયથી રાંધણ ગેસના બાટલા સમયસર ન મળતા હોવાની વ્યાપક બૂમો ઉઠી છે. ગેસ એજન્સીઓના ધક્કા ખાઈને થાકેલા લોકો હવે મજબૂરીમાં કોલસા તરફ વળ્યા છે. ગૃહિણીઓમાં ગેસની અછતને લઈને ભારે ચિંતા જોવા મળી રહી છે, જેના કારણે અનેક પરિવારોએ વર્ષો પછી ફરી સગડીના વપરાશ તરફ વળ્યા છે.

અત્યાર સુધી કોલસાનો ધંધો ખૂબ જ મર્યાદિત હતો, પરંતુ હાલમાં સ્થિતિ બદલાઈ છે.હોટલ રેસ્ટોરન્ટ માં કોલસાની માંગમાં વધારો થયો છે. પહેલા રોજિંદા 40 મણનો વેપાર થતો હતો ત્યાં હવે માંગ વધવાને કારણે દુકાન દીઠ 10 મણનો વધારો થયો છે. જેથી હવે વેચાણ 50 ટને પહોંચ્યું છે.  હાલમાં કોલસા વેપારીઓને ધંધામાં 25% નો વધારો છે. 

આ સમાચાર શેર કરો