દિલ્હી ખાતે મુખ્યમંત્રીની PM મોદી સાથે બેઠક, જાણો કયા મહત્વના મુદ્દા પર થઈ ચર્ચા
આજે સવારે પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યન

આજે સવારે પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલી મુલાકાત બાદ સાંજે મુખ્યમંત્રી દિલ્હી ખાતે વડાપ્રધાનની રૂબરૂ મુલાકાત કરી હતી. આ બેઠકમાં ગુજરાતનાં પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળની વિસ્તરણ અંગેની ચર્ચા થવાની શક્યતા છે.
મંત્રીમંડળનું થશે વિસ્તરણ
વડાપ્રધાન અને મુખ્યમંત્રીની આ મુલાકાત બાદ ગુજરાતનાં રાજકારણમાં નવા જૂનીના એંધાણ વર્તાઇ રહ્યા છે. ગુજરાતની હાલની રાજકીય પરિસ્થિતિ વિશે ચર્ચા થઈ હોવાની શક્યતા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે દિલ્હીનો પ્રવાસ ખુબ જ સકારાત્મક રહ્યો હોય તેવું તેમના ચહેરાના હાવભાવ પરથી લાગી રહ્યું હતું. ભુપેન્દ્ર પટેલે પણ પીએમ સાથેની મુલાકાત અંગેની માહિતી સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. ત્યારે આ મુલાકાત બાદ આગામી દિવસોમાં ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત અને મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે તેવી પ્રબળ શક્યતા લાગી રહી છે.




