મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મહેસાણામાં બંધ પડેલી સરકારી વસાહત બની નશાખોરોનો અડ્ડો

મહેસાણામાં બંધ પડેલ સરકારી વસાહત નશાખોરોનો અડ્ડો બની છે. મહેસાણામાં ધોબીઘાટ અને સ્મશાનની પાસે આવેલ

મહેસાણામાં બંધ પડેલી સરકારી વસાહત બની નશાખોરોનો અડ્ડો

મહેસાણામાં બંધ પડેલ સરકારી વસાહત નશાખોરોનો અડ્ડો બની છે. મહેસાણામાં ધોબીઘાટ અને સ્મશાનની પાસે આવેલી સરકારી વસાહતમાં ખાલી દારૂની બોટલો જોવા મળી હતી. રાત્રીના અંધારામાં આ જગ્યા નશાખોરો માટે સ્વર્ગ સમાન છે. ખંડેર હાલતમાં બંધ પડેલ વસાહતમાં દારૂની મહેફિલો જામતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

વિદેશી દારૂની ખાલી બોટલો, દેશી દારુની પોટલીઓ સાથે ગાંજાનો સામાન પણ જોવા મળ્યો હતો. ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડાવતા દ્રશ્યો મહેસાણામાં જોવા મળ્યા છે. સરકારી વસાહતમાં ઠેર ઠેર ખાલી દારૂની બોટલો તથા પોટલીઓ જોવા મળી છે. દારૂની મહેફીલોના દ્રશ્યો જોવા મળતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. આ પ્રકારે જો દારૂની મહેફિલો અહીંયા ચાલતી હોય તો કેમ પોલીસના ધ્યાને હજુ નથી આવ્યું તે પણ એક મોટો સવાલ છે. કોઈ જ અવરજવર ન હોવાના કારણે બંધ પડેલ સરકારી વસાહતને નશાખોરોએ અડ્ડો બનાવ્યો હોય તેમ વર્તાઈ રહ્યું છે.

આ સમાચાર શેર કરો