VIDEO: Umarpadaમાં ધોરણ 9ના વિદ્યાર્થીએ કર્યો આપઘાત, હોસ્ટેલમાં ન ગમતા પગલું ભર્યાની આશંકા
સુરતના જિલ્લાના છેવાડે આવેલા ઉમરપાડા ગામે ધોરણ ૯ ના વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં અભ્યા
સુરતના જિલ્લાના છેવાડે આવેલા ઉમરપાડા ગામે ધોરણ ૯ ના વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા 14 વર્ષીય વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. વિદ્યાર્થી 5 દિવસ પહેલાં જ હોસ્ટેલમાં રહેવા આવ્યો હતો. હોસ્ટેલમાં ન ગમતા આ પગલું ભર્યાની ચર્ચા થઈ રહી છે. આપઘાત કરતા પહેલા વિદ્યાર્થીએ સુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં બે બહેનોની સાર સંભાળ રાખવા જણાવ્યું હતું. પરિવારમાં એકનો એક જ દીકરો હતો. ઘટનાને પગલે ઉમરપાડા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.



