બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર: ધોરણ-10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર
બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સેકેન્ડરી એન્ડ હાયર સેકેન્ડરી એજ્યુકેશન બોર્ડે (GSHS

બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સેકેન્ડરી એન્ડ હાયર સેકેન્ડરી એજ્યુકેશન બોર્ડે (GSHSEB) ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે.
27 ફેબ્રુઆરીથી શરૂ થશે પરીક્ષાઓ
27 ફેબ્રુઆરી 2025થી પરીક્ષાઓ શરૂ થશે. જ્યારે 13 માર્ચ 2025 સુધી પરીક્ષાઓ ચાલશે. પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઈટ WWW.gseb.org ઉપર મૂકવામાં આવ્યો છે. ધોરણ 10માં પ્રથમ પેપર ભાષાનું હશે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો સમય 10થી 1.15 સુધીનો રહેશે. જ્યારે ધોરણ 12નો સમય 3થી 6.15 સુધીનો રહેશે.






