મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:ગાંધીનગરમાં ગરબા દરમિયાન પોલીસ અને બજરંગદળના કાર્યકર્તા વચ્ચે ઘર્ષણ, પોલીસે ચખાડ્યો મેથીપાક

ગાંધીનગરમાં ગરબા દરમિયાન પોલીસ અને બજરંગદળના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલ

VIDEO:ગાંધીનગરમાં ગરબા દરમિયાન પોલીસ અને બજરંગદળના કાર્યકર્તા વચ્ચે ઘર્ષણ, પોલીસે ચખાડ્યો મેથીપાક

ગાંધીનગરમાં ગરબા દરમિયાન પોલીસ અને બજરંગદળના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે બજરંગદળના કાર્યકર્તાઓને મેથીપાક ચખાડ્યો હતો. બજરંગદળે આ ઘટનાને દમનકારી ગણાવી છે. મહત્ત્વપૂર્ણ છે કે શેરી અફેર્સ અને સફેદ પરિન્દે નામથી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગાંધીનગરમાં ગરબામાં વિવાદ

ગાંધીનગરમાં સરગાસણમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકર્તાઓ ગરબા રમવા આવતા ખેલૈયાઓને તિલક લગાવીને સ્વાગત કરતા હતા. આ દરમિયાન બજરંગદળના કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે બજરંગદળના કાર્યકર્તાઓને માર માર્યો હતો.આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં પોલીસ લાઠીચાર્જ કરતી જોવા મળી રહી છે.

આ સમાચાર શેર કરો