Ahmedabad news: અન્નનળી વગરના બાળક પર સિવિલના તબીબોની અત્યંત જટિલ સર્જરી, શિશુએ મોંઢેથી ખોરાક આરોગતા માતા થઈ ભાવુક
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રિક સર્જરી વિભાગના ડૉક્ટરોની ટીમે માત્ર

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રિક સર્જરી વિભાગના ડૉક્ટરોની ટીમે માત્ર 15 મહિનાના બાળક પર અત્યંત દુર્લભ ગણાતી 'ગેસ્ટ્રિક પુલ અપ સર્જરી' સફળતાપૂર્વક કરી જન્મથી જ ટ્યુબ દ્વારા ભોજન લેવા મજબૂર બાળકને સામાન્ય જીવન આપ્યું છે.
બાળાને જન્મજાત અન્નનળી જ નહોતી
અમદાવાદની સિવિલ હોસ્પિટલ જટિલમાં જટિલ સર્જરી થકી દર્દીઓને નવજીવન આપવા માટે દેશભરમાં જાણીતી છે. સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના ડૉક્ટરોની ટીમે માત્ર 15 મહિનાના બાળક પર અત્યંત દુર્લભ ગણાતી 'ગેસ્ટ્રિક પુલ અપ સર્જરી' સફળતાપૂર્વક કરીને જન્મથી જ ટ્યુબ દ્વારા ભોજન લેવા મજબૂર બાળકને સામાન્ય જીવન આપ્યું છે. બાળાને જન્મજાત અન્નનળી જ નહોતી. આ જટિલ સર્જરી બાદ ૧૫ મહિના પછી પ્રથમવાર બાળકે મોંઢાથી ખોરાક ખાતા માતા ભાવુક થઈ હતી.




