મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર: 17 વર્ષ પછી શરૂ થઈ સિટીબસ, 7 રૂપિયાના ભાડામાં મુસાફરી કરી શકશે શહેરીજનો

સુરેન્દ્રનગરના રહેવાસીઓ માટે ખુશખબર આવ્યા છે. સુરેન્દ્રનગરમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે સુરેન્દ્રનગરમાં રાજ્યના પ્રવાસન મં

સુરેન્દ્રનગર: 17 વર્ષ પછી શરૂ થઈ સિટીબસ, 7 રૂપિયાના ભાડામાં મુસાફરી કરી શકશે શહેરીજનો

સુરેન્દ્રનગરના રહેવાસીઓ માટે ખુશખબર આવ્યા છે. સુરેન્દ્રનગરમાં  સ્વતંત્ર પર્વ નિમિત્તે સુરેન્દ્રનગરમાં રાજ્યના પ્રવાસન મંત્રી મુળુ બેરાએ 28 કરોડના વિકાસના કામા મંજૂર કર્યા સાથે જ આઠ સીટી બસોને ભેટ આપી છે. 17 વર્ષ પછી સુરેન્દ્રનગર વાસીઓને સીટી બસનો લાભ મળ્યો છે.

 17 વર્ષ બાદ સિટી બસ સેવા થઈ શરૂ

ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર, વઢવાણ, દૂધરેજ સહિત શહેરોને એક કરીને સંયુક્ત પાલિકા બનાવ્યા બાદ સિટી બસ શરૂ કરાય તેવી પ્રજાની માગ ઘણા સમયથી 17 વર્ષ બાદ શરુ થયેલ સિટી બસ, વઢવાણથી રતનપર, જોરાવરનગર, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોના રુટ નક્કી કરવામાં આવ્યા છે.

શહેરમાં સાત રૂપિયાના ભાડાથી મુસાફરી કરી શકશે મુસાફરો

શહેરમાં સાત રૂપિયાના ભાડાથી મુસાફરી કરી શકાશે.સુરેન્દ્રનગરમાં ચાલતી સીટી બસમાં રક્ષાબંધન સુધી બહેનોને મફત મુસાફરી કરાવામાં આવશે.

આ સમાચાર શેર કરો