બોટાદમાં મધ્યસ્થ ચૂંટણીથી નાગરિકોમાં નારાજગી, આ કારણોસર ચૂંટણી મોકૂફ રાખવાની માંગ
બોટાદ નગરપાલિકામાં અઢી વર્ષ પહેલા ભાજપના સભ્યો વચ્ચે આંતરિક વિખવાદને કારણે નગરપાલિકાને સુપરસિડ કરવામાં આવી હ

બોટાદ નગરપાલિકામાં અઢી વર્ષ પહેલા ભાજપના સભ્યો વચ્ચે આંતરિક વિખવાદને કારણે નગરપાલિકાને સુપરસિડ કરવામાં આવી હતી. હવે ચૂંટણી પંચે મધ્યસ્થ ચૂંટણી જાહેર કરી છે, પરંતુ નગરપાલિકાની મુદત પૂર્ણ થવામાં હજુ 11 મહિના બાકી હોવાથી નાગરિકોમાં નારાજગી જોવા મળી રહી છે. માત્ર 11 મહિનાની મુદત માટે યોજાઈ રહેલ મધ્યસ્થ ચૂંટણી રદ કરવા નાગરીકો માંગ કરી રહ્યા છે.
બોટાદ શહેર 3 લાખની વસ્તી અને 1.20 લાખ મતદારો ધરાવતું શહેર છે. બોટાદ નગરપાલિકામાં 11 વોર્ડ અને 44 સભ્યોની બેઠકો છે. અગાઉ 44માંથી 40 બેઠકો સાથે ભાજપની બહુમતી હતી. પરંતુ જૂથવાદના કારણે ભાજપના જ સભ્યોએ બળવો કર્યો હતો અને પાર્ટી મેન્ડેટની વિરુદ્ધ દિલીપ સાબવાના પત્ની પ્રમુખ બન્યા હતા. આ પરિસ્થિતિમાં સરકારે નગરપાલિકાને સુપરસિડ જાહેર કરી અધિકારી શાસન લાદ્યું હતું અને છેલ્લાં અઢી વર્ષથી અધિકારી શાસન ચાલે છે.
આ પણ વાંચો : બોટાદ નગરપાલિકની મધ્યસત્ર ચૂંટણી યોજાશે, 11 વોર્ડની 44 બેઠક માટે આ તારીખથી ભરાશે ફોર્મ
ગઈકાલે ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત કરી છે જેમાં બોટાદ નગરપાલીકાનો સમાવેશ કરાયો છે ત્યારે બોટાદ નગરપાલીકાની જાહેર કરેલી મધ્યસ્થ ચૂંટણીથી નાગરિકોમાં નારાજગી જોવા મળે છે. કારણ કે 11 મહિના બાદ ફરીથી નિયમિત ચૂંટણી યોજાવાની છે. આના કારણે નાગરિકોને બે વાર મતદાન કરવું પડશે અને સરકારને પણ બમણો ખર્ચ થશે. ત્યારે લોકો કહી રહ્યા છે કે પાંચ વર્ષ માટે પુર્ણ કાલીન ચૂંટણી આપવામા આવે, અથવા વધું ઍક વર્ષ વહીવટદારનું સાશન યથાવત્ રાખવામાં આવે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બોટાદના નાગરિકો હાલની મધ્યસ્થ ચૂંટણી મોકૂફ રાખવાની માંગ કરી રહ્યા છે.






