મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મોટા સમાચાર : અમદાવાદ સહિત રાજ્યભરમાં આંગડિયા પેઢીમાં CIDના દરોડા

અમદાવાદ સહિત રાજ્યભરમાં સીઆઈડી ક્રાઈમે ઇન્કમટેક્સની ટીમને સાથે રાખીને આંગડિયા પેઢીમાં દરોડા

મોટા સમાચાર : અમદાવાદ સહિત રાજ્યભરમાં આંગડિયા પેઢીમાં CIDના દરોડા

અમદાવાદ સહિત રાજ્યભરમાં સીઆઈડી ક્રાઈમે ઇન્કમટેક્સની ટીમને સાથે રાખીને આંગડિયા પેઢીમાં દરોડા પાડ્યા છે. 25 જગ્યા ઉપર રેડ પાડવામાં આવી છે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે સીઆઈડીએ આવકવેરા વિભાગની ટીમને સાથે રાખીને રાજ્યભરમાં રેડ પાડી છે. અમદાવાદમાં સી.જી રોડ પર આવેલી આંગડિયા પેઢી સહિત  25 જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. 10 કરોડ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે.  

આંગડિયા પેઢીના વેપારીઓમાં ડરનો માહોલ

અમદાવાદ અને સુરતમાં દરોડા પડતા રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલી આંગડિયા પેઢીઓ ટપોટપ બંધ થવા લાગી છે. આંગડિયા પેઢીના વેપારીઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. 

આ સમાચાર શેર કરો