અમદાવાદ: CIDએ બનાવટી ચલણ સાથે ત્રણ આરોપીઓને દબોચ્યા, ભાડે મકાનમાં છાપતા હતા નોટો
અમદાવાદમાં CID ક્રાઈમે જુહાપુરાના રોયલ અકબર ટાવર પાસેથી 15.30 લાખની નકલી નોટો સાથે 3 શખ્સોની ધરપકડ કરી છે. ક્રાઇ

અમદાવાદમાં CID ક્રાઈમે જુહાપુરાના રોયલ અકબર ટાવર પાસેથી 15.30 લાખની નકલી નોટો સાથે 3 શખ્સોની ધરપકડ કરી છે. ક્રાઇમબ્રાન્ચે સતીષકુમાર ઉર્ફે વિક્કી જીનવા, અનિલકુમાર ધોબી અને કાલુરામ મેઘવાલની ધરપકડ કરી છે. ઝ઼પાયેલા આરોપીઓ પૂછપરછમાં કબૂલ્યું હતું કે તેઓ મધ્યપ્રદેશમાં મકાન ભાડે રાખીને નકલી નોટો છાપતા હતા.
આરોપીઓ મધ્યપ્રદેશમાં મકાન ભાડે રાખીને નકલી નોટો છાપતા
CID ક્રાઈમને આરોપીઓ પાસેથી 500 અને 200 અને 100ના દરની નકલી નોટો મળી આવી હતી. આ નકલી નોટો જુહાપુરાના મોઈન બાપુને આપવાના હતા.આ મામલે સીઆઈડી ક્રાઈમે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.




