મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot: વાડોદર ગામમાં જર્જરિત પાણીની ટાંકી નીચે ભુલકાઓ ભણવા મજબૂર, તંત્રની નિષ્ક્રિયતા સામે ગ્રામજનોમાં રોષ

તંત્ર જ્યારે ઊંઘતું હોય ત્યારે જ દુર્ઘટના સર્જાતી હોય છે. આવુ જ ધોરાજીના વાડોદર ગામ

તસવીર: GSTV

તંત્ર જ્યારે ઊંઘતું હોય ત્યારે જ દુર્ઘટના સર્જાતી હોય છે. આવુ જ ધોરાજીના વાડોદર ગામમાં જોવા મળ્યું છે. ગામની મધ્યમાં આવેલી પાણીની વિશાળ ટાંકી છેલ્લા આઠ મહિનાથી અતિ જર્જરિત હાલતમાં છે. ચિંતાજનક બાબત એ છે કે આ ટાંકીની નીચે જ પ્રાથમિક શાળા, આંગણવાડી અને ગ્રામ પંચાયતની કચેરી આવેલી છે, જ્યાં દરરોજ સેંકડો ભૂલકાઓ અને ગ્રામજનોની અવરજવર રહે છે.

સ્થાનિક સરપંચ અને ગ્રામજનોનો આક્ષેપ છે કે, આ બાબતે તંત્રને 10થી વધુ વખત લેખિત રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં, અધિકારીઓ માત્ર નિરીક્ષણ કરીને જતા રહે છે, પરંતુ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. 

આ સમાચાર શેર કરો