મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: TRP ગેમઝોન અગ્નિકાંડ: મુખ્યમંત્રી પહોંચ્યા ઘટના સ્થળ પર, કર્યું નિરીક્ષણ

રાજકોટના ગેમઝોનમાં લાગેલી આગમાં અત્યાર સુધી 33 નિર્દોષ જીંદગી હોમાઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટ

VIDEO: TRP ગેમઝોન અગ્નિકાંડ: મુખ્યમંત્રી પહોંચ્યા ઘટના સ્થળ પર, કર્યું નિરીક્ષણ

રાજકોટના ગેમઝોનમાં લાગેલી આગમાં અત્યાર સુધી 33 નિર્દોષ જીંદગી હોમાઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘટના સ્થળે પહોંચ્યા છે. અને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીની સાથે ગૃહરાજ્યમંત્રી પણ હાજર રહ્યા હતા. તેમણે સમગ્ર ઘટના અંગે મુખ્યમંત્રીને માહિતી આપી હતી.

ગેમિંગ ઝોનમાં ડીઝલ અને પેટ્રોલનો સ્ટોક હતો


ટીઆરપી ગેમ ઝોનમાં 1500 થી 2000 લીટર ડીઝલ જનરેટર અને ગો કાર રેસીંગ માટે 1000 થી 1500 લીટર પેટ્રોલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો.

ગેમ ઝોનમાંથી બહાર નીકળવા અને પ્રવેશવા માટે 6 થી 7 ફૂટનો એક જ રસ્તો હતો

ગેમ ઝોનમાંથી બહાર નીકળવા અને પ્રવેશવા માટે 6 થી 7 ફૂટનો એક જ રસ્તો હતો. શનિવારે એન્ટ્રી માટે 99 રૂપિયાની ઓફર સ્કીમ હતી, જેના કારણે અકસ્માત સમયે ગેમિંગ ઝોનમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા.

DNA તપાસ બાદ મૃતદેહ સોંપાશે

રાજકોટ શહેર 32 લોકોના મોતથી શોકગ્રસ્ત બન્યું છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં પહોંચી ગયા છે અને ઘટનાસ્થળની મુલાકાત કરી રહ્યા છે. તેમની સાથે અન્ય મંત્રીઓ પણ હાજર છે. ઉલ્લેખનીય છે કે મૃતદેહ ભયાનક રીતે સળગી જતા તેમની ઓળખ કરવામાં મુશ્કેલી ઉભી થઈ રહી છે. હવે મૃતદેહોના DNA ટેસ્ટ કરીને ઓળખ કરવામાં આવશે ત્યાર બાદ જ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે. માતા-પિતા  અથવા ભાઈ-બહેનના સ્વજનોના સેમ્પલિંગ લેવાયા છે. હાલ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. 

આ સમાચાર શેર કરો