મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં મહત્વકાંક્ષી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની સમીક્ષા બેઠક યોજી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં ર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં રાજ્યના મહત્વકાંક્ષી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં ખાસ કરીને સાબરમતી રિવરફ્રન્ટના ફેઝ 4 થી 6 ના ચાલી રહેલા વિકાસકાર્યો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ નિર્ધારિત સમયમર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા. આ ઉપરાંત લેકાવાડા ખાતે નિર્માણાધીન ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ના નવા કેમ્પસની કામગીરીની પણ વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ શિક્ષણ ક્ષેત્રના આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટને આધુનિક સુવિધાઓ સાથે સજ્જ કરવા અને વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ માળખાગત સુવિધાઓ ઊભી કરવા સૂચના આપી હતી. બેઠકમાં સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા અને પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ વિકાસકાર્યો પૂર્ણ થવાથી રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શિક્ષણ ક્ષેત્રે નવી ઊંચાઈઓ પ્રાપ્ત થશે.

આ સમાચાર શેર કરો