Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Video: Unseasonal rains cause hardship to farmers, damage to ready cotton and paddy in Pala village

Video: કમોસમી વરસાદે ખેડૂતોની તોડી કમર, નસવાડીના પાલા ગામમાં તૈયાર કપાસ-ડાંગરને મોટું નુકસાન

Timeછેલ્લું અપડેટ : 26 Oct 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પાલા ગામ સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે ખેતીને થયેલા ભારે નુકસાનના પગલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક સહાય મળે તે માટે સૂત્રોચ્ચાર કર્યા હતા.

App Store

બે વર્ષથી સતત નુકસાન

સ્થાનિક ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, "છેલ્લા બે વર્ષથી કમોસમી વરસાદને કારણે અમને સતત નુકસાન થઈ રહ્યું છે, પરંતુ સરકાર તરફથી કોઈ યોગ્ય સહાય મળી રહી નથી."

કપાસ અને ડાંગરના તૈયાર પાકને ફટકો

નસવાડી, બોડેલી અને સંખેડા – આ ત્રણ તાલુકામાં મોટાભાગના ખેડૂતોએ કપાસની ખેતી કરી છે. કપાસના છોડ પર ફૂલ અને 'દિંડવા' આવવાનો સમય હતો, પરંતુ કમોસમી વરસાદને કારણે ફૂલો ખરી પડ્યા છે અને બાકી રહેલો પાક પાણીમાં સડી જવાની ભીતિ છે.

આ ઉપરાંત, છોટાઉદેપુર તાલુકામાં ડાંગર (ચોખા)ની ખેતીને પણ મોટો ફટકો પડ્યો છે. ડાંગરનો પાક કાપણી માટે તૈયાર હતો, તેવા સમયે વરસાદ પડતાં ખેડૂતોનો તૈયાર મોલ બરબાદ થઈ ગયો છે. ગલગોટાના ફૂલની ખેતીમાં પણ નુકસાન નોંધાયું છે.

આદિવાસી જિલ્લાની વેદના:

છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બહુલ હોવાથી મોટાભાગના લોકો ખેતી પર નભે છે, અને અહીં રોજગારી માટે કોઈ મોટા ઉદ્યોગો નથી. ખેડૂતોની વ્યથા વ્યક્ત કરતાં કહેવાયું કે, "પહેલા કેળાના પાકે રડાવ્યા અને હવે કમોસમી વરસાદે કપાસની ખેતીમાં મોટું નુકસાન પહોંચાડ્યું છે."

આ સંજોગોમાં, નસવાડીના ખેડૂતો સહિત સમગ્ર જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો સરકારી સહાય માટે માંગણી કરી રહ્યા છે, જેથી તેઓ ત્રણ વર્ષથી ચાલી રહેલા આ ખેતીના નુકસાનમાંથી બહાર આવી શકે. વહીવટી તંત્રે આ નુકસાનનું વહેલી તકે સર્વેક્ષણ કરી ખેડૂતોને યોગ્ય વળતર આપવું જરૂરી છે.