Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : VIDEO: Taps have been installed but there is no water in them, villagers of Nawalaja are furious with the administration for not getting potable water

VIDEO: નળ તો ફિટ કરાયા પણ તેમાં પાણી જ નથી, નવાલજાના ગ્રામજનોને પીવાલાયક પાણી ન મળતા તંત્ર સામે ભારે આક્રોશ

Timeછેલ્લું અપડેટ : 31 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

છોટાઉદેપુર જિલ્લાના નવાલજા ગામમાં ભરઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પીવાના પાણીની ગંભીર કટોકટી સર્જાઈ છે. સરકારની મહત્વકાંક્ષી "નલ સે જલ" યોજના હેઠળ ગામના પ્રત્યેક ઘરમાં નળ તો ફિટ કરી દેવામાં આવ્યા છે, પરંતુ તેમાં પાણી જ ન આવતા ગ્રામજનોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. સ્થાનિક પંચાયત દ્વારા નિયમિત રીતે પાણી વેરો વસૂલવામાં આવતો હોવા છતાં, ગ્રામજનોને પીવાલાયક શુદ્ધ પાણી નસીબ થતું નથી.

App Store

પરિણામે, કાળઝાળ ગરમીમાં માસૂમ બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને માથે બેડાં તેમજ હાથમાં ડોલ લઈને કિલોમીટરો દૂર આવેલી નદી સુધી પાણી ભરવા જવા મજબૂર બનવું પડે છે. આ વિકટ પરિસ્થિતિને કારણે સમગ્ર પંથકના ગ્રામજનોમાં વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ અને રોષ જોવા મળી રહ્યો છે.