Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : VIDEO: Negligence of Chhota Udepur ST administration: Board examinees forced to cram like 'sheep and goats' into the bus!

VIDEO: છોટાઉદેપુર ST તંત્રની બેદરકારી: બોર્ડની પરીક્ષાર્થીઓ બસમાં 'ઘેટા-બકરા'ની જેમ ભરાવા મજબૂર!

Timeછેલ્લું અપડેટ : 26 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ગુજરાતભરમાં આજથી બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં એસટી વિભાગની અણઘડ કામગીરીને કારણે વિદ્યાર્થીઓની હાલત અત્યંત કફોડી બની છે. ભવિષ્ય ઘડવાની આ પરીક્ષામાં તંત્રની મદદ મળવાને બદલે વિદ્યાર્થીઓને મુસાફરીમાં જ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

App Store

32ની સીટમાં 58 વિદ્યાર્થિનીઓ: સલામતી સામે સવાલ
પુનિયાવાંટ મોડેલ સ્કૂલથી છોટાઉદેપુર પરીક્ષા કેન્દ્રો પર પહોંચવા માટે બસોની અછત સર્જાઈ છે. માત્ર 32 મુસાફરોની ક્ષમતા ધરાવતી બસમાં 58 જેટલી વિદ્યાર્થિનીઓને ભરીને મુસાફરી કરાવવામાં આવી રહી છે. 'ઘેટા-બકરા'ની માફક બસમાં ભરાઈને જતી આ વિદ્યાર્થિનીઓના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વીડિયો સ્વરૂપે વાયરલ થતા તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

પરીક્ષા પછી પણ હાલાકી: 1.5 કલાકની રાહ
સવારે ધોરણ 10ની પરીક્ષા આપીને બહાર નીકળેલી વિદ્યાર્થિનીઓને ઘરે જવા માટે દોઢ કલાક સુધી બસ સ્ટેન્ડ પર રાહ જોવી પડી હતી. મુસાફરીના થાક અને માનસિક તણાવને કારણે વિદ્યાર્થીઓના રિવિઝન પર માઠી અસર પડી રહી છે. જે સમય વિદ્યાર્થીઓએ પુસ્તકો વાંચવામાં વિતાવવો જોઈએ, તે સમય તેઓ બસની રાહ જોવામાં અને ભીડમાં મુસાફરી કરવામાં ગુમાવી રહ્યા છે.

શું એસટી વિભાગ નિષ્ફળ ગયું છે?
આ આધુનિક ટેક્નોલૉજીના યુગમાં જ્યારે સરકાર 'ડિજિટલ ઈન્ડિયા'ની વાતો કરે છે, ત્યારે પાયાની સુવિધા જેવી કે પરીક્ષા સમયે વધારાની બસો ફાળવવામાં એસટી વિભાગ નિષ્ફળ સાબિત થયું હોય તેમ જણાય છે. જિલ્લા વહીવટી તંત્ર અને એસટી નિગમ શું કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? તેવો રોષ વાલીઓમાં જોવા મળી રહ્યો છે