Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : VIDEO: Nature's havoc in Chhota Udepur: Unseasonal rains cause heavy damage in Ambawadi

VIDEO: છોટાઉદેપુરમાં કુદરતનો કહેર: કમોસમી વરસાદથી આંબાવાડીમાં ભારે નુકસાન, કેસર અને લંગડો કેરીનો મોર ખરી પડતા ખેડૂતો પાયમાલ

Timeછેલ્લું અપડેટ : 20 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: છેલ્લા બે દિવસથી વાતાવરણમાં આવેલા પલટા બાદ છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારે પડેલા કમોસમી વરસાદ (માવઠા)એ ખેડૂતોની કમર તોડી નાખી છે. ખાસ કરીને બાગાયતી ખેતી કરતા અને આંબાવાડી ધરાવતા ખેડૂતો માટે આ માવઠું આફત બનીને આવ્યું છે.

App Store

નાલેજ ગામની આંબાવાડીઓમાં ખાનાખરાબી
છોટાઉદેપુર તાલુકાના નાલેજ ગામ અને આસપાસના વિસ્તારોમાં કેસર તેમજ લંગડો કેરીનું મોટાપાયે ઉત્પાદન થાય છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, છેલ્લા બે-ત્રણ દિવસથી સતત વાદળછાયું વાતાવરણ હતું અને આજે વહેલી સવારે વરસાદ પડતા આંબા પર આવેલો મોર (ફૂલ) મોટા પ્રમાણમાં ખરી ગયો છે. કેરીના પાક માટે આ મોર અત્યંત મહત્ત્વનો હોય છે, જે ખરી પડતા હવે ઉત્પાદનમાં મોટો ઘટાડો થવાની શક્યતા છે.

રોગચાળો અને આર્થિક નુકસાન
વરસાદના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી ગયું છે, જેના પરિણામે આંબાના વૃક્ષોમાં જીવાત અને રોગચાળો ફેલાવાની શરૂઆત થઈ છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે જો હજુ પણ વાતાવરણ આવું જ રહેશે તો બચેલો પાક પણ નિષ્ફળ જશે. મોંઘા ભાવના બિયારણ, ખાતર અને મહેનત બાદ હવે જ્યારે કમાણીનો સમય આવ્યો ત્યારે જ કુદરતે રૂઠતા ખેડૂતો આર્થિક સંકટમાં મૂકાયા છે.

સ્થાનિક ખેડૂતો હવે સરકાર પાસે સર્વે કરી યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે, જેથી તેઓ આ આર્થિક નુકસાનમાંથી બહાર આવી શકે.