VIDEO: નસવાડી શાળા પ્રવેશોત્સવમાં IFS અધિકારીના નિવેદન પર વિવાદ, ધારાસભ્ય અભેસિંહ તડવીએ નકારી વાત
સોર્સ : GSTV
છોટાઉદેપુરના નસવાડી અને સેંગપુર ખાતેના શાળા પ્રવેશોત્સવમાં IFS અધિકારીએ વાલીઓની દારૂની લત અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.જેને લઈને સંખેડાના ભાજપના ધારાસભ્ય અભેસિંહ તડવીએ અધિકારીના આ નિવેદનને સદંતર ખોટું ગણાવ્યું છે. ધારાસભ્યએ કહ્યું કે, પોલીસ અને DSPની કડક નિગરાણી હેઠળ આવું કંઈ ચાલતું નથી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી છે અને અધિકારીએ કદાચ કોઈ વ્યક્તિગત કિસ્સો જોયો હોય શકે, પરંતુ સમગ્ર વિસ્તાર માટે આવું કહેવું યોગ્ય નથી.

