Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : VIDEO: Children of Saidivasan village in Chhota Udepur forced to study in tarpaulin tents

VIDEO: છોટાઉદેપુરના સૈડીવાસણ ગામના બાળકો તાડપત્રીના તંબુમાં અભ્યાસ કરવા મજબૂર

Timeછેલ્લું અપડેટ : 08 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના દુર્ગમ વિસ્તારમાં આવેલા સૈડીવાસણ ગામના ઘટોલ ફળિયામાં રહેતા 700થી વધુ લોકોના બાળકો શિક્ષણની દયનીય સ્થિતિનો સામનો કરી રહ્યા છે. આ ફળિયાની ધોરણ 1 થી 5ની પ્રાથમિક શાળા ત્રણ વર્ષ પહેલાં જર્જરિત થતાં તેને તોડી પાડવામાં આવી હતી. નવી શાળાના નિર્માણ માટે દરખાસ્ત મંજૂર થઈ, જમીન પણ ફાળવાઈ, પરંતુ ત્રણ વર્ષ વીતવા છતાં નવી શાળાનું નિર્માણ શરૂ નથી થયું. 

App Store

આથી, ગામના લોકોએ સ્વયંભૂ પહેલ કરી, સાગના લાકડાના થાંભલા અને વાંસનો શેડ બનાવી, તાડપત્રીથી ઢાંકીને કામચલાઉ તંબુ ઉભો કર્યો છે. આ તંબુમાં 54 વિદ્યાર્થીઓ ટાઢ, તડકો અને તાપની નીચે બેસી અભ્યાસ કરવા મજબૂર છે.