Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : The first rubber dam of the state has been constructed in Rajvasna of Chhota-Udepur.

VIDEO : છોટા-ઉદેપુરના રાજવાસણામાં પ્રદેશનો પ્રથમ રબ્બર ડેમ તૈયાર કરાયો

Timeછેલ્લું અપડેટ : 21 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : Gstv

છોટા-ઉદેપુરના રાજવાસણા ગામે હેરણ નદી પર રાજ્યનો પ્રથમ રબ્બર ડેમ તૈયાર કરવામાં આવ્યો છે. બોડેલી સિંચાઈ વિભાગ દ્વારા 50 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા આ 180 મીટર લાંબા રબ્બર ડેમમાં દક્ષિણ કોરિયાથી મંગાવેલા રબ્બર બ્લેડર લગાવવામાં આવ્યા છે. 3 સ્પાનમાં બનેલા આ ડેમમાં 20 મિનિટમાં હવા ભરાઈ જાય છે અને ૧૦ મિનિટમાં હવા નીકળી જાય છે. કવાંટ, પાવી જેતપુર, બોડેલી અને સંખેડા તાલુકાના 20 ગામોને સિંચાઈનો લાભ મળશે. ચોમાસામાં વહી જતા પાણીને રોકવા માટે આ ડેમ બનાવવામાં આવ્યો છે. બોડેલી સિંચાઈ વિભાગે આ ઐતિહાસિક કામગીરી પૂરી કરીને નવી સિદ્ધિ હાંસલ કરી છે.

App Store