Chhota udaipur: મોટી ટીટોડ પ્રાથમિક શાળા જર્જરિત, પાણીમાં બેસીને અભ્યાસ કરવા મજબૂર વિદ્યાર્થી
સોર્સ : gstv
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના મોટી ટીટોડ પ્રાથમિક શાળા આવેલી છે. આ પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં છે. 1 થી 8 ધોરણની પ્રાથમિક શાળામાં 165 થી વધુ બાળકો અભ્યાસ કરે છે. આ પ્રાથમિક શાળામાં બાળકો ટપકતા પાણીમાં અભ્યાસ કરવા મજબુર બન્યા છે.
પ્રાથમિક શાળામાં છતમાંથી પાણી ટપકે છે. વરસાદ પડે અને ફ્લોર પર પાણી ભરાઈ જાય છે. બાળકોના પુસ્તકો અને બેગ પાણીમાં ભીના થઇ જાય છે. હાલ પણ બાળકો જર્જરિત શાળા બેસીને અભ્યાસ કરવા મજબુર બન્યા છે. સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓએ માંગ કરી છે, કે સરકાર દ્વારા વહેલી તકે નવીન સ્કૂલ મંજૂર કરવામાં આવે અને નવી સ્કૂલ બનાવવામાં આવે તેવી માંગ કરી છે.

