VIDEO: Chhotaudepurના ખાપરિયા ગામે પતરાંના શેડમાં ચાલતી શાળા, ટપકતાં પાણીમાં અભ્યાસની મજબૂરી
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખાપરિયા ગામે એક વર્ષથી પતરાંના શેડમાં 50થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. ખાપરિયા ગામે આવેલી પ્રાથમિક શાળામાં સોમવારના રોજ શ્રાવણ માસને લઈને સવારની શાળાનો સમય કરતા ધોરણ 6થી 8ના બાળકો અભ્યાસ માટે આવ્યા જ ના હતા. આવી રીતના શાળાઓ ચાલે છે. ખાપરિયા ગામે ધોરણ 1 થી 8 ની પ્રાથમિક શાળા છે અને 100 થી વધુ બાળકો ની સંખ્યા છે જ્યારે ધોરણ 3,4 અને 5 ના બાળકો ને પતરાં ના સેડ નીચે બેસાડવામાં આવે છે. ધોરણ 6 થી 8 ના બાળકો ગ્રામ પંચાયત ના બિલ્ડિંગ માં બેસે છે જ્યારે એક વર્ગ માં 1 અને 2 ધોરણ ના બાળકો બેસે છે.
ધીમી હતિએ ચાલતી કામગીરી
ચોમાસા અને શિયાળામાં બાળકોને પતરાંના શેડ નીચે અભ્યાસ કરવામાં ભારે મુશ્કેલી પડે છે, જ્યારે છેલ્લા એક વર્ષથી આ પરિસ્થિતિ છે. સર્વસિક્ષા અભિયાન દ્વારા હાલ ઓરડાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ, ધીમી ગતિએ કામગીરી ચાલી રહી છે. એક વર્ષ સુધી હજુ બિલ્ડિંગ બની શકે નહીં. જ્યારે આદિવસી વિસ્તાર સરકાર દ્વારા અનેક ગામડાઓમાં પ્રાથમિક શાળાના ઓરડાની જરૂરિયાત છે. પરંતુ, મંજૂરી આપતી નથી. અનેક શાળાઓમાં પાણી ટપકે છે. તેવી સ્થિતિમાં બાળકો અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.

