Video: પાવીજેતપુરની ભાનપુરી ગ્રામ પંચાયતમાં કૌભાંડ: કામો કર્યા વગર જ નાણાં ઉપાડી લીધાનો આક્ષેપ, તપાસના આદેશ

છોટાઉદેપુરના પાવીજેતપુર તાલુકાની ભાનપુરી જૂથ ગ્રામ પંચાયતમાં વિકાસનાં કામોમાં મોટાપાયે ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ તળાવ, બોર મોટર, આર.સી.સી. રોડ અને સ્મશાન ઘાટના રસ્તા સહિતનાં કામો કર્યા વિના જ સરપંચે સરકારી નાણાં ઉપાડી લીધાં છે. ગામના યુવાનોએ RTI દ્વારા માહિતી મેળવતાં સમગ્ર મામલો બહાર આવ્યો હોવાનો દાવો કર્યો છે. આ મામલે ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે. રજૂઆત બાદ તાલુકા વિકાસ અધિકારીએ તપાસ માટે ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બીજી તરફ સરપંચે કેટલાક કામો થયાં હોવાનું અને કેટલાક કામો બાકી હોવાનું જણાવ્યું છે, જોકે આક્ષેપો મુજબ નાણાં ઉપાડ્યાં હોવાનો ઇનકાર કર્યો છે.
જાહેરાત







