Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Mentally Unstable young girl raped in forest in chhota udaipur

Chhota udaipur news: જંગલમાં મનોદિવ્યાંગ યુવતી સાથે દુષ્કર્મ આચરાયું, પોલીસે મુખ્ય આરોપીની કરી ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 24 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Chhota udaipur news: જંગલમાં મનોદિવ્યાંગ યુવતી સાથે દુષ્કર્મ આચરાયું, પોલીસે મુખ્ય આરોપીની કરી ધરપકડ
સોર્સ : GSTV

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં માનવતાને લાંછન લગાડતી એક શરમજનક ઘટના સામે આવી છે. નસવાડીના એક ગામની 30 વર્ષીય મંદબુદ્ધિની યુવતીને એક નરાધમ ઉપાડીને જંગલમાં લઈ ગયો હતો, જ્યાં તેની પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. નરાધમે યુવતીના શરીર પર ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને તેની હાલત ગંભીર થઈ જતાં તેને જંગલની ઝાડીઓમાં જ ત્યજીને નાસી છૂટ્યો હતો.

App Store

આ ઘટનાની જાણ પરિવારજનોને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં મળી આવેલી દીકરીને સારવાર માટે નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી હતી. જોકે, યુવતીની શારીરિક સ્થિતિ અત્યંત નાજુક હોવાથી તેને વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવી છે, જ્યાં તે હાલ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.

બીજી તરફ, આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે પરિવારજનો સહિત ગામના 50થી વધુ લોકોએ નસવાડી પોલીસ મથકે ધસી જઈને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. પીડિતાના પરિવારનો ગંભીર આક્ષેપ છે કે આ ઘટનામાં એક નહીં પરંતુ વધુ લોકો સામેલ છે અને આ ગેંગરેપનો કિસ્સો છે. પરિવારજનોનો આરોપ છે કે પોલીસ માત્ર એક જ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધી રહી છે, જ્યારે હકીકતમાં આ સામૂહિક દુષ્કર્મ છે.

હાલમાં નસવાડી પોલીસે આ મામલે તપાસ તેજ કરી છે અને મુખ્ય આરોપી વિકેશભાઈ નારણભાઈ ભીલની ધરપકડ કરી લીધી છે. જોકે, પરિવારની માંગ છે કે આ કેસમાં ગેંગરેપની કલમો ઉમેરવામાં આવે અને તમામ સંડોવાયેલા શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.