VIDEO: Chhotaudepurનો મેડિયા નદીનો બ્રિજ કરાયો બંધ, ભારે વાહનોને 100કિમી જેટલો થશે લાંબો ફેરો
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અને જબુગામ વચ્ચે મેડિયા નદીનો બ્રિજ જર્જરિત બનતા ભારદારી વાહનો માટે બંધ કરાયો છે. છોટાઉદેપુર જિલ્લા મથક જવા માટે એક જ માર્ગ ચાલુ હતો. તે બંધ થતા હવે વડોદરાથી છોટાઉદેપુર અને મધ્યપ્રદેશ જવા માટે 90 થી 100 કિલોમીટરનો લાંબો ફેરો થશે. જબુગામ અને બોડેલીની આસપાસ ખેડૂતોએ પકવેલ કેળા શહેરો સુધી પહોંચાડવા માટે મુશ્કેલી વેઠવી પડશે અને શાકભાજીના વાહનો માર્કેટ સુધી પહોંચાડવા માટે બીજો કોઈ માર્ગ ન હોવાથી ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધશે. બોડેલી જબુગામ અને પાવીજેતપુરના ખેડૂતોને અને વેપારીઓને હવે નેશનલ હાઈવે 56 વિભાગના અધિકારીઓના વાંકે ટ્રાન્સપોર્ટેશનના ખર્ચ વધી જશે.

