મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Loan Scam: બે શખ્સોએ 65 લોકો સાથે કરી રૂ. 56,53,000ની છેતરપિંડી

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં આવેલી બજાજ ફાઇનાન્સના એરિયા લોન સેલ્સ એક્ઝિક્યુટિવે તેના મિત્ર સાથે મળી લોકો સાથે

Loan Scam: બે શખ્સોએ 65 લોકો સાથે કરી રૂ. 56,53,000ની છેતરપિંડી

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં આવેલી બજાજ ફાઇનાન્સના એરિયા લોન સેલ્સ એક્ઝિક્યુટિવે તેના મિત્ર સાથે મળી લોકો સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સેલ્સ એકઝિટીવ પ્રજ્ઞેશ કુમાર પંચાલ તેના મિત્ર ખુમાનસિંહ રાઠવા સાથે મળીને લગભગ 65 લોકો સાથે કરી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ છે.

આ પણ વાંચો : અમેરિકામાં પેટ્રોલ પંપ પર કામ કરતા ભારતીય વિદ્યાર્થીની ગોળી મારી હત્યા

ગ્રાહકોને નજીવી રકમની લાલચ આપી તેમના નામે લોન લેતા અને લોન મંજૂર થતા ગ્રાહક પાસેથી પુરે પૂરા પૈસા લઈ લેતા, તેમજ 300 ના સ્ટેમ્પ પેપર ઉપર 10 માસના હપ્તા ભરપાઈ કરવાની બાહેધારી આપતા. આમ કરીને 65 લોકો સાથે કુલ રુપિયા 56 લાખ 53 હજારની છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં બજાજ ફાઇનાન્સ લિમિટેડના એરિયા મેનેજર જયંતિ લાલ પટેલે બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

આ સમાચાર શેર કરો