Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Lack of Road Forces Family to Carry Pregnant Woman 1 km on Stretcher to Reach Ambulance

VIDEO: Chhota Udaipur/ રસ્તાના અભાવે સગર્ભાને સ્ટ્રેચર પર 1 કિમી સુધી પગપાળા ઊંચકીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવી પડી

Timeછેલ્લું અપડેટ : 16 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

છોટાઉદેપુરના નસવાડી તાલુકાના કુકરદા ગામે આઝાદીના દાયકાઓ બાદ પણ રસ્તાની સુવિધાના અભાવે માનવતા શરમાય તેવા દ્રશ્યો સર્જાયા છે. દુક્તાફળિયામાં એક સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા ખરાબ રસ્તાના કારણે 108 એમ્બ્યુલન્સ ઘર સુધી પહોંચી શકી નહોતી. અંતે ગ્રામજનોએ મજબૂરીમાં મહિલાને સ્ટ્રેચર પર સુવડાવી એક કિલોમીટર સુધી કાચા રસ્તા પર પગપાળા ચાલી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી હતી. વિકાસની વાતો વચ્ચે આ ઘટનાએ તંત્રની કામગીરી અને ગ્રામીણ સુવિધાઓની પોલ ખોલી નાખી છે.

App Store

આ ઘટના બાદ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. વિકાસની ગુલબાંગો પોકારતા અધિકારીઓ અને નેતાઓ આ ગામના રસ્તા તરફ ક્યારે નજર કરશે? શું કોઈ દુર્ઘટના બને ત્યારે જ તંત્ર જાગશે? હાલમાં તો ગ્રામજનો એક જ માંગ કરી રહ્યા છે કે તેમને તાત્કાલિક પાકા રસ્તાની સુવિધા આપવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ અન્ય મહિલાને આ રીતે પીડામાં મુશ્કેલી ન થાય.