Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Heavy rains in Chhota Udepur washed away diversion of Bharaj river

VIDEO:છોટા ઉદેપુરમાં વરસાદનો માર, ભારજ નદીનું ડાયવર્ઝન ધોવાયું

Timeછેલ્લું અપડેટ : 18 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

છોટા-ઉદેપુરમાં પડેલા વરસાદના કારણેપાવી-જેતપુર નજીક શિહોદ ગામ પાસે ભારજ નદી પરનું ડાયવર્ઝન આંશિક રીતે ધોવાઈ ગયું છે. સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે. જેના કારણે વાહનચાલકોને 35થી 40 કિલોમીટરનો વધારાનો ફેરો ફરવાની ફરજ પડી છે.સ્થાનિકોનું કહેવું છે કે અગાઉ કરોડો રૂપિયાના ખર્ચે બનેલું આ ડાયવર્ઝન બે વખત ધોવાઈ ચૂક્યું છે. વધુ વરસાદ પડવાની આશંકાએ ડાયવર્ઝન સંપૂર્ણ ધોવાઈ જવાની શક્યતા છે. સામાન્ય વરસાદમાં પણ ડાયવર્ઝન કથળી જતાં ગ્રામજનો અને વાહનચાલકોમાં ચિંતા વ્યાપી છે.

App Store
ટોપિક્સ:gstvgstv newsdiversion