Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Development work becomes a problem for farmers

VIDEO: Chhota Udaipur/ વિકાસની કામગીરી ખેડૂતો માટે મુસીબત બની; પ્રોટેક્શન વોલના કારણે ખેતરમાં જવું મુશ્કેલ બન્યું

Timeછેલ્લું અપડેટ : 15 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઇવે 56 ને પહોળો કરવાની કામગીરી હાલ જોરશોરથી ચાલી રહી છે. નસવાડીના ધામસિયાથી જબુગામ સુધીના અંદાજે 900 કરોડના ખર્ચે બની રહેલા આ ફોરલેન હાઈવેના કારણે વાહનચાલકોને તો સુવિધા મળશે, પરંતુ ધામસિયાથી ગોધામ વચ્ચે રોડની સાઈડમાં બનાવવામાં આવેલી પ્રોટેક્શન વોલના કારણે ખેડૂતોના ખેતરમાં જવાના રસ્તાઓ જ બંધ થઈ ગયા છે.

App Store

ધામસિયા અને ગોધામ વિસ્તારના ખેડૂતોની હાલત અત્યારે 'સૂડી વચ્ચે સોપારી' જેવી થઈ છે. રસ્તો પહોળો કરવા માટે ખેડૂતોએ પોતાની કિંમતી જમીનો તો આપી દીધી, પરંતુ હવે જે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી છે, તેણે ખેતરમાં જવાનો મુખ્ય માર્ગ જ બ્લોક કરી દીધો છે. ખેતરના બીજા છેડે નર્મદાની કેનાલ આવેલી હોવાથી ત્યાંથી પણ રસ્તો મળવો મુશ્કેલ છે. આમ, ખેડૂતો પોતાના જ ખેતરમાં જવા માટે લાચાર બન્યા છે.

સ્થાનિક ખેડૂતોએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, "પ્રોટેક્શન વોલ ઉભી કરી દેવાતા હવે ખેતરમાં ટ્રેક્ટર કે હળ લઈ જવું અશક્ય બની ગયું છે. ખેતીનો તૈયાર થયેલો પાક બહાર કેવી રીતે લાવવો અને ખાતર કે બિયારણ ખેતર સુધી કેવી રીતે પહોંચાડવું તે એક મોટો પ્રશ્ન છે." ખેડૂતોનું કહેવું છે કે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓએ કામગીરી શરૂ કરતા પહેલા ખેડૂતોની પાયાની જરૂરિયાત કે અવરજવરના રસ્તા વિશે વિચાર્યું જ નથી.